સ્થાપના: ૦૩-૦૮-૧૯૭૦ વિ.સં. ૨૦૨૭ શ્રાવણ સુદ પ્રતિપદા
બંઘારણ અને નિયમ: ૠદ્રાભિષેક મંડળની સ્થાપના સને ૧૯૭૦ના શ્રાવણ માસથી થયેલ છે. મંડળની સંસ્થાને ૪૫વર્ષ જેટલો સમય થયો હોઈ મંડળના મોટા ભાગના વરીષ્ટ સભ્યો અવસાન પામેલ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી નવા સભ્યો મંડલમા સામેલ થતા રહ્યા છે. અત્યાર સુઘી મંડળમાં ચાલી આવતા નિયમોના આઘારે મંડળના સુઘારા-વઘારા સાથેના નિયમો તા. ૧૫-૦૮-૨૦૧૫ (વિ.સં. ૨૦૭૧) ના શ્રાવણ સુદ-૧ થી અમલમાં આવે તે રીતે પ્રસિદ્ઘ કરવામાં આવેલ છે.
કેટલીક જોગવાઈઓ બાબતે મંડળના સભ્યશ્રીઓ દ્ઘારા તા. ૧૧-૦૯-૨૦૧૫ના પત્રથી રજુઆત કરવામાં આવી હતી. સદર પત્ર અંગે નિર્ણય લેવા તા. ૧૩-૧૨-૨૦૧૫ના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં સભ્યશ્રીઓની સંપૂર્ણ રજુઆત ઉપસ્થિત સભ્યશ્રીઓની ઘ્યાને લઈ સુઘારાના સર્વાનુમતે સ્વીકાર કરેલ છે. જેને ઘ્યાને લઈ સુઘારેલ બંધારણ અને નિયમો નીચે મુજબ જાહેર કરેલ છે.
(૧) મંડળનું નામ : “ૠદ્રાભિષેક મંડળ , ગાંઘીનગર” છે અને તે નામ ચાલુ રહે છે.
(૨) બ્રાહ્મણ સમાજની કોઈપણ પુરુષ વ્યકિત મંડળના સભ્ય બની શકશે. (જુના સભ્યમાં જે અન્ય જ્ઞાતિના પુરુષ સભ્ય અને સ્ત્રી સભ્ય છે. તેમને ચાલુ રાખી શકાશે.)
(૩) મંડળનું વર્ષ મહાશિવરાત્રીથી આગમી મહાશિવરાત્રી સુઘીનું ગણાશે.
(૪) મહાશિવરાત્રીના પર્વની ઉજવણી સમયે જે નક્કી થયા તે ભાવપૂષ્પ વર્ષ દરમ્યાન ચાલુ રહેશે. નવા સભ્યે ભાવપુષ્પ જમા કરવી સભ્ય પદ મેળવવાનું રહેશે. તેમજ પ્રવર્તમાન સભ્યે મહાશિવરાત્રી આયોજનમાં ભાવપુષ્પ જમા કરાવવાનું રહેશે. ભાવપુષ્પ જમા કરાવનાર મંડળનો સભ્ય ગણાશે.
(૫) દરેક સભ્યે પાતાના તરફથી દર વર્ષે શકયતઃ ઓછામાં ઓછો એક લધુૠદ્ર રાખવાનો રહેશે. સભ્ય પોતાના ધેર અથવા પુત્રો, પરણાવેલી પુત્રીઓના ધરે અથવા કોઈ સ્થળે રાખી શકાશે. પરંતુ પૂજામાં પોતે, અથવા જમાઈ સાથે પુત્રીઓ સિવાય અન્યને પૂજામાં બેસાડી શકાશે નહીં. તેમજ અન્યને ઘેર લઘુૠદ્ર રાખી શકાશે નહીં.
(૬) લઘુૠદ્ર રાખનાર સભ્યે મંડળને આપવાની રકમ અનેે પૂૂજા કરાનારનેે આપવાની રકમ દર વર્ષે નક્કી કરવામાં આવશે. પૂજન વખતે મળેેલ રકમ અંગેનો ર્નિણય યજમાન લઈ શકશે.
(૭) મંડળનો હેતુ સ્વકલ્યાણ માટેનો હોઈ મંડળના સભ્યે રોકડ રકમ કે કોઈ વસ્તુ સભ્યોને ભેટ તરીકે આપવી નહીં. તેમજ બહારની વ્યકિત તરફથી પણ મંડળ કે મંડળના સ્ભયોએ કોઈ ભેટ સ્વીકારવી નહીં.
(૮) મંડળનાં પ્રમુખ બે ઉપપ્રમુખ , મહામંત્રી, સહમંત્રી, કોષાઘ્યક્ષ આંતરીક ઓડીટ અને કાર્યવાહક સમિતિના પાંચ સભ્યોની જગ્યા રહેશેે. આ જગ્યાએ સર્વ સમંતિથી અથવા ચૂટંણી વરણી દ્રારા ભરવામાં આવશે. આ હોદે્દારોની મુદત ત્રણ વર્ષ માટેની રહેશે.
(૯) મંડળનાં ત્રણે હોદે્દારો પ્રમુખ, મહામંત્રી, કોષાઘ્યક્ષ દ્રારા રાષ્ટ્રીયકૃત બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી રકમનો ઉપાડ ત્રણ પૈકી કોઈપણ બે હોદે્દારો દ્રારા કરવામાં આવશે.
(૧૦) મંડળની રકમ રાષ્ટ્રીયકૃત બેંક અથવા પોસ્ટ સિવાય અન્ય રીતે રાખવાનું વિચારવામાં આવે તો મંડળનાં જેટલા સભ્યો હોય તેના ૨/૩ સભ્યોની લેખિત મંજુરી મેળવીને જ રકમ અન્ય રીતે મુકવાનું વિચારી શકાશે.
(૧૧) મંડળનાં પ્રમુખ, મહામંત્રી અને એમ ત્રણેય કોષાઘ્યક્ષ હોદે્દારોને તેઓની ઈચ્છા મુજબ ભાવપૂષ્પ આપવાનું સામાન્ય સભામાં નક્કી કરવામાં આવશે. દર વર્ષે સમીક્ષા કરી ભાવપૂષ્પ વઘારો-ધટાડો કરવાનું વિચારવામાં આવશે.
(૧૨) મંડળમાં સભય તરીકે રહેવા ન ઈચ્છતા સભ્યોને મંડળની રકમ ઉપર કોઈ હક્ક રહેશે નહીં.
(૧૩) મંડળના ઉપક્રમે યોજાતા કાર્યક્રમમાં પૂજા કરનારે તથા દરેક સભ્યે સ્વચ્છ ઘોતિયું / પીતાંબર અને ઉપવસ્ત્ર ઘારણ કરવું. સ્ત્રીએ રેશમી સાડી પહેરીને પૂજામાં બેેસવું.
(૧૪) મંડળના પ્રસંગેે સભ્યોએ મુખમાં કોઈ વસ્તુુ રાખવી નહીં. તેેમજ મંડપની અંદર ચા-નાસ્તો ઈત્યાદિ કરવો નહીં.
(૧૫) મંડળના દરેક સભ્યશ્રીઓએ ભાવપૂષ્પ / વાર્ષિક સભ્ય ફી પેટેની નિયત રકમ મંડળના કોષષાઘ્યક્ષ, મહામંત્ત્રી પૈકી કોઈને આપી પાકી પહોંચ મેેળવી લેવાની રહેેશે.
(૧૬) કાર્યક્રમના પ્રારંભથી સમાપ્તિ પયઁત સૌ સભ્યો સમયસર ઉપસ્થિત રહેશે અને આચાર્યશ્રી અથવા તેઔશ્રીએ નિયુકત કરેલ કર્માચાર્યની સૂચના તથા આજ્ઞા શિસ્ત